Gujarati Quote in Shayri by Milan

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

' હું અને મારા શબ્દો '

'શબ્દો લખવા ગમે છે, શબ્દો કેહવા ગમે છે, શબ્દો સાંભળવા ગમે છે, સાચું કહું તો પ્રેમ થઈ ગયો છે શબ્દો થી મને તો શબ્દો જીવવા ગમે છે.'

નદી, પર્વત, ઝરણા,સાગર, કહું તો આખી પ્રકૃતિ ને શબ્દો નો લય માં સજાવી નવી નવેલી દુલ્હન બનાવી ચાહવું ગમે છે. શબ્દો ના એવા એવા આભૂષણ પેહરવવા છે કે આખી સૃષ્ટિ ના રગેરગ માં શબ્દો નો આલાપ રેલાયા કરે.

કોઈ કવિ કે લેખક જેટલી આવડત તો ના હશે કદાચ મારામાં પણ પરિસ્થિતિને શબ્દો ના આકાર માં ધાળવી ગમે છે. હોઠો થી ના કેહવાય એ વાત ને કલમ થી કેહવુ ગમે છે. વાત જ નીરાળી છે શબ્દોની બસ પ્રેમ ના રસ માં બોળી દો એકવાર મહેકતા ફૂલો ના બગીચા ની જેમ તમારા જીવનનો બાગ પણ મહેકી ઉઠશે.

એ મારા પ્રેમ માં પડ્યા એ પહેલાં દીવાના તો એ મારા શબ્દો ના જ હતા. મારા ગમવા કે મારા પામવા પાછળ કદાચ એ શબ્દો જ હતા જે અમને એક તાંતણે જોડી ગયા. બાકી મારી એટલી હિંમત ક્યાં જે સામે જઈ પ્રેમ નો ઈઝહાર મારા મોઢે કરી શકું.

'જોયા તમને ને કંઇક એવું લાગ્યું,
ગુલાબ થીય સુંદર આજ બીજું લાગ્યું.

ફિકી લાગી ચાંદની પૂનમ ની રાતે,
ચાંદ ને સરમાવતું તારું મુખડું લાગ્યું.

કંઈ જ ન બોલી શક્યો હું તારી આગળ 'ગઝલ',
આજ હોઠથીય વજૂદ, મને શબ્દોનું વધુ લાગ્યું.'


ખુશ હોઉં, ઉદાસ હોઉં કે પછી ગુસ્સા માં હોઉં પણ શબ્દ સરીખો મિત્ર ના કોઈ બીજું લાગ્યું. જ્યાં જ્યાં લાગણી હું બીજા સામે કહીને વ્યક્ત ના કરી શક્યો ત્યાં ત્યાં શબ્દો કાગળ પર ઉતારી કલમ થી કહેતો ગયો. જો પરિસ્થિતિ ને સાચવતા શીખ્યો હોઉં તો આ શબ્દો જ છે જ્યાં હું પોતાના માં પોતાને જીવતો શીખ્યો છું.

કદાચ કોઈ ભીડ માં રહીને પણ પોતાને એકલો મેહસૂસ કરતો હશે, પણ હું તો એકલો રહીને પણ શબ્દો ની ભીડ માં ખોવાયેલો રહું છું. દરિયો જેમ પોતાના માં દરેક વસ્તુ સમાવી લે છે એમ શબ્દો ના દરિયા માં પણ સુખ, દુઃખ, લાગણી, પ્રેમ, ગુસ્સો બધું સમાય જાય છે. રજૂઆત તમારી કેવી છે એ પર નિર્ભર હોય છે શબ્દો કેમ કે અગર શબ્દો 'તારી' શકતા હોય તો શબ્દો 'મારી' પણ શકે છે.

'કલમ ને કાગળ થી પ્રેમ થઈ ગયો,
લખાતા ગયા શબ્દો ને ઈઝહાર થઈ ગયો.
આલિંગન અનેરું હતું લય અને તાલ નું,
વર્ણવતા વર્ણવતા હુંય 'કવિ' બની ગયો.'

મિલન લાડ. કિલ્લા પારડી, વલસાડ.

Gujarati Shayri by Milan : 111030849
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now