નયન...
નિર્દય હતા નયન એ,
કૌરવોની ધૂર્ત સભામાં જોયા હતાં.
કોઈ હસતાં હતાં,
કોઈ રડતાં હતાં,
કોઈ કઠોર તો,
કોઈ વૈશી હતાં.
કેવા નગ્ન નયન એ,
જે નિર્લજ બની જોતાં હતાં.
કોઈ પિતા હતાં,
કોઈ પતિ હતાં,
કોઈ બંધુ તો,
કોઈ મિત્ર હતાં,
કહેવામાં સૌ પોતાનાં,
તો પણ નયન કેવા મૌન હતાં.
વાત હશે મહાભારતની,
પણ,
હકીકત આજે પણ આજ છે,
ન્યાય માટે રઝળતી,
કેટકેટલી દ્રોપદી અહી,
સ્વયંની રક્ષા કાજે,
સખા સરીખા નયનને,
ન્યાય માટે સદા પોકારતી રહી.
નિર્દય હતાં...
નિર્લજ હતાં...
મૌન હતાં...
નગ્ન હતાં....
કેવા કેવા નયન એ...
જે મે આજના ભારતમાં પણ જોયાં હતાં.
મિલન લાડ. કિલ્લા પારડી, વલસાડ.