ખારા પાણી નુ આંખો આડે આવરણ છે
અને હૈયે તારા વિરહ નુ કડવુ ભારણ છે।
જીવાય કેમ મારા થી મારા આત્મા વિના
તારી જુદાઈ મારૂ ક્ષણ-ક્ષણ નુ મારણ છે।
હૈયું વલોવાય છે દરેક પંક્તિ લખતા આ
દરેક શબ્દમાં કેવી વિચિત્ર મથામણ છે।
છે સાથે અને દુર પણ કેવી પરિસ્થિતિ
સાચા પ્રેમની થાય આવી મથામણ છે।
પાછી વળશે 'તુ' અે આશ છે હજુ
હાશ, જીવવાનુ આ અેક તો કારણ છે।।