Gujarati Quote in Quotes by Himanshu Patel

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મઝાર પર ચડતી ચાદર છું,
શિવલિંગ પર ચડતું બિલીપત્ર પણ છું.  
ઈબાદત માટે પઢેલી  અજાન છું,       
ભજનિક ના કંઠ માંથી નીકળતું  મધુર ગાન છું..
ઝેલમ નું શીતળ નીર છું,
ગંગા ની પવિત્ર ધાર પણ છું..
રમજાન ની ઇફતાર છું,
દીપાવલી ની રોનક છું..
મક્કા પણ છું,મદીના પણ છું,
કૈલાશ ની ગિરીકંદરાઓ માં ગુંજતો શંખનાદ છું..
પયગંબર નો પ્યારો બંદો છું,
કૃષ્ણ નો પ્રિય સખો પણ છું..
ઈદ ની ઇદી છું,
દિવાળી ની ભેટ સોગાદ પણ છું..
ના હિન્દુ છું,
ના મુસલમાન છું..
                   ®હિમાંશુ
                                 

           


Gujarati Quotes by Himanshu Patel : 111030736
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now