વિતેલા દિવસો પાછા નહીં આવે,
સમય ની કિંમત સમજતાં થઇએ..!
વાંક મારો હતો કે તારો,
એ વાત ને હવે ભુલતા થઇએ...!
અરસ પરસ થોડુ સહન કરી લઈ ને,
ચાલો સબંધો સાચવતા થઇએ...!
માત્ર 'આજ' આપણને મળી છે,
કાલની કોઈ ને ખબર કયાં,
ચિંતાની ગાંઠ બાજુ એ મુકી,
ચાલ હરપળ માં જીવતાં થઇએ...!
નમીએ, ખમીએ,
એક બીજા ને ગમીએ,
અને સુખ-દુઃખમાં
એક બીજાને કહીએ,
'તમે ફિકર ના કરો અમે છઈએ,'
આજે એક નવો જ સંકલ્પ લઈએ,
'એક બીજાની અદેખાઈ, સ્પર્ધા તજીએ,
એક બીજાના પુરક બનીએ,'
ચાલો થોડું માણસ-માણસ રમીએ...!!!
?જીતુ મહેતા?