*વચન*
*::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::*
_સબંધ બગાડો કે ભુલાવી રાખો તમારો વ્યવહાર_
_રાખજો યાદ વાત,ભુલાઈ નહિ આ વચનનો ઉપહાર_
સત્યનો સાથ હતો,છતાં મારો પણ વાંક હતો
હું હવે વિચારું છું,કેમ હતું ખોટું વચન તમારું
વચન અમારું તૂટ્યું,ખોટું તો તમને પણ લાગ્યું હતું
આ જોઈ પડી ખબર વાંક તમારો પણ હતો પ્રિયે
પ્રેમથી આપ્યું વચન,પલ પલ યાદ આવતી હતી જેમની
કેટલા વચન થી બંધાઈને તૂટી ગયું,જે હતો એક સિતારો
વચન આપ્યું હતું તમે,હતો ભાવ એ પ્રેમનો
હતો પ્રભાવ તુફાનનો,કે ખોટું હતું વચન તમારું
ના થતું પણ સંતોષ થઈ, હાર માની હવે તમારા સબંધે
સમજાવું છું તો સમજો,હતું વચન અમારું પણ ખોટું
*જીવન મળવાનું છે ક્યાં, સબંધ બંધાય છે ક્યાં*
*મળ્યા સાચા સબંધ તો જીવી લ્યો ને હવે*
*બાકી વચનની આશા એ હવે જીવાઈ છે ક્યાં*
*::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::*
_ધવલ રાવલ_
TRUST *ON* GOD