Gujarati Quote in Whatsapp-Status by Nirav Patel SHYAM

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.


મને હવે આ બધું જોતા ક્યારેક નવાઈ લાગે છે, કે શું આપણે ખરેખર કોઈ વ્યક્તિને પ્રેમ કરીએ છીએ ?? મેં ઘણાં એવા પ્રેમ જોયા છે જે વ્યક્તિને નથી કરવામાં આવતો, દુનિયાને બતાવવામાં આવે છે કે 'જો હું આને બહુ જ પ્રેમ કરું છું.' પોતાના ફેસબુકની વૉલ ઉપર, પોતાના સ્ટેટ્સમાં, પોતાના ગ્રુપમાં પોતાના મિત્રો આગળ એટલી બધી પોસ્ટ મૂકી અને સાબિત કરવામાં આવે છે કે 'જો હું આને પ્રેમ કરું છું.' તો શું આપણે આપણા પ્રેમી/પ્રેમિકાને પ્રેમ કરીએ છીએ કે દુનિયાને બતાવીએ છીએ.. મને તો એજ સમજમાં નથી આવતું, જો આપણે ખરેખર કોઈ વ્યક્તિને પ્રેમ કરતાં હોઈએ તો એ વ્યક્તિ આગળ જ પોતાનો પ્રેમ બતાવો. દુનિયાને બતાવીને શું કરશો ? તમારા મિત્રો તમારા ઓળખીતાઓ કે તમે જે ગ્રૂપ સાથે જોડાયા હોય એ ગ્રુપના સભ્યો તમારી પોસ્ટ જોઈ વાહ વાહ કરશે તમને એમ પણ કહેશે કે 'શું પ્રેમ છે !' પણ એ બધા શબ્દો એ ખાલી કહેવા ખાતર જ કહેશે. 

પોતાની પોસ્ટમાં કે પોતાના શબ્દોમાં તમારા ગમતાં વ્યક્તિને ટેગ કરો કે ના કરો પણ તેના દિલમાં જરૂર ટેગ થાવ, પોતાની ફિલિંગ પોતાની ઈચ્છાઓ એ વ્યક્તિના દિલ સુધી સીધી જ પહોંચાડો, ઓનલાઈન બતાવવાની જરૂર નથી હોતી, પણ આપણે તો ઓનલાઈન છીએ, એ ઓનલાઈન આવે અને હું પણ ઓનલાઈન આવું, બધા અમારો પ્રેમ જુએ, એની વાહવાહ કરે તો અમારો પ્રેમ ખરો ગણાય. બરાબર ને........

ઓનલાઈન કોઈ સાથે બ્રેકઅપ થઈ ગયું, તો ઘણી સેડ પોસ્ટ, મિસ કરવાની પોસ્ટ, રડવાની પોસ્ટ, દુઃખી થવાની પોસ્ટ, હોલસેલમાં આવતી થઈ જાય છે. શું ખરેખર આ બધું સાચું હોય છે ? એ મારા મનનો સૌથી મોટો પ્રશ્ન છે !!! મને તો ક્યારેક આ બધા ઉપર બહુ મોટી શંકા થાય છે, કે આ બધું બતાવીને સાબિત શું થવાનું ? પોતે સેડ હોય, કોઈને મિસ કરતા હોય, રડી રહ્યાં હોય તો શું ઓનલાઈન આવીને એ બધું બતાવે ખરા ???? એક સમય હતો જ્યારે આ ઓનલાઈન સંબંધો નહોતા વિકસ્યા ત્યારે પ્રેમપાત્રોમાં પોતાનો પ્રેમ દેખાઈ આવતો, અને એ પ્રેમપત્ર જે વ્યક્તિ સુધી પહોંચાડવાનો હોય એજ વ્યક્તિ સુધી પહોંચતો, ત્રીજી કોઈ વ્યક્તિ એમની લાગણીઓને વાંચી શકતી નહીં, અને ત્યારે બ્રેકઅપ પણ ઓછા થતાં, અત્યારે જેટલા પેચઅપ નથી થતાં એટલા તો બ્રેકઅપ થાય છે. અને થાય જ ને આપણે તો ઓનલાઈન પ્રેમ કરવો છે અને તે પણ દુનિયાને બતાવીને, જે વ્યક્તિઓ એકબીજાને બરાબર ઓળખતા નથી એવા વ્યક્તિઓ પાસેથી આપણે સલાહ લઈએ છીએ તો પછી આ પ્રશ્નો તો રહેવાના જ છે.....

Gujarati Whatsapp-Status by Nirav Patel SHYAM : 111030096
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now