ઘણીવેળા દવાને કારણે જીવી જવાયું છે,
અણી વેળા પીડાને કારણે જીવી જવાયું છે.
ઘણું જાણ્યું સંબંધોના વિષય માં, એમ લાગ્યું કે,
ઘણું ના જાણવાને કારણે જીવી જવાયું છે.
જગા ખાલી રહી, ખાલી જગાની, ખાલી જગ્યામાં,
ઘણી ખાલી જગાને કારણે જીવી જવાયું છે.
તમે ભૂલી ગયા’તા પાનું જેનું વાળવાનું તે,
અઘુરી વાર્તાને કારણે જીવી જવાયું છે.
ઉઘાડાં બારણાં છોડીને જાવું નહિ ગમે
ઉઘાડાં બારણાંને કારણે જીવી જવાયું છે