. ? *માતા પિતા* ?
*:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::*
_BOOK PAART_
________________
જ્યારે દીકરાના લગ્ન થાય ને ત્યારે માતા ને પિતા વિચાર કરે છે
મારો દીકરો આજ્ઞા કારી છે પણ ઘરમાં હવે નવા ના લીધે ભૂલી તો નહિ જાય ને તરછોલી નહિ દેય ને
?
દીકરી તો પરાઈ જ હોય છે તેમને બીજા ઘરે જવાનું જ હોય છે
પણ આશા માત્ર દીકરા પર હોય છે
એ અમને છોળી તો નહિ દેય ને..?
*ત્યારે માતા પિતા પર એક નાની કવિતા*..
*BOOK PAART*?
પૂજ્યા જેમણે દેવને,કર્યા મનામણાં તમારી માટે
લાત મારી ક્યારેય એને તરછોડશો નહિ
જીવ નાખી જોખમમાં બતાવી દુનિયા જેમણે
એ પાવન ચરણો ને કષ્ટ આપશો નહીં
દુઃખ ભોગવી જોયો તમારો ચહેરો
એમને દુઃખ આપી ભૂલાવસો નહિ
મુસીબત માં આપી સહાયતા,ભોગવ્યું જેમણે કષ્ટ
એના હૈયા ને ખોટા શબ્દો કહી તોડસો નહિ
દુઃખ વેઠી જેમણે,સ્મિત આપ્યું છે તમારા ચહેરા પર
એ ધરતી પર ના ભગવાનને ભૂલશો નહિ
કરાવિયા લાખો લાડ,કર્યા જેમણે ઘણા ઉપકારો
એ પરમાત્મા ને રમોકડું બનાવી રમશો નહિ
નફરત ને સ્વીકારી,આપ્યો જેમણે દિલ થી તમને પ્રેમ
એ પ્રેમને થકી,આંખ ભીની એમની કરશો નહિ
દુનિયામાં સ્વાર્થ વગર,કર્યો અમૃત જેવો પ્રેમ
એના જીવનમાં ઝહેર બની ઉતરશો નહિ
કર્યું કામ આવશે તમને,માતાપિતા નું ધ્યાન રાખો
મંદિરમાં જાવ ભલે,ઘર ના ભગવાનને ભૂલશો નહિ
રાખ્યા જેમણે તમને,હતા પેલેથી તમારી સાથે
એ માતા પિતાની આંખને દુઃખ ભરી રડાવશો નહિ
ભલે હોય બંગલો,ભગવાન નહિ હોય તો હશે સ્મશાન
એવા ભગવાન માતાપિતા ને ભૂલશો નહિ
લાખ હોય કે કરોડ,એ માતાપિતા વગર છે હમેશ રાખ
કમાતા સિખા,દીધો જન્મ ત્યારે શીખ્યા
સિખ્યા ભલે કમાતા,દુનિયા જોઈ ત્યારે શીખ્યા
દુનિયા બતાવનાર,ક્યારેય તરછોડશો નહિ
વાત રાખવી યાદ,માતા પિતા છે ભગવાન
આ વાત ને ભૂલશો નહિ
*માતા પિતાને ભૂલશો નહિ*
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ
TRUST ON GOD
::::::::::::::::::::::::::::::::::::