ઉંચ નીચ ખુબજ જૂની અને વાહિયાત વિચારધારા છે. તમે કે હું જે સ્કુલમાં ભણ્યા ત્યાં કોઈ ભેદભાવ હતો ? મેં નથી કર્યો કે જોયો.
મારી ૧૮ વરસની કારકિર્દીમાં ૧૦૦૦ કર્મચારીઓ સાથે કામ કરી ચુક્યો છું અને એમાંના ૪૦૦-૫૦૦ કર્મચારીઓની ભરતીમાં હું સીધી કે આડકતરી રીતે જોડાયેલ રહ્યો હતો, મારી કે મારા સીનીઅર ટીમમાં એવો કોઈ ભાવ મેં જોયો નહોતો. જોડે કામ કરવું, ખાવું પીવું અને સાથેજ તહેવારો ઉજવવા એ બધું ખાનગી ક્ષેત્રે મેં જોયેલું અને માણેલું છે. કોઈ સામે ચાલીને કહે નહીં ત્યાં સુધી જાતી પૂછવાનો કોઈ રીવાજ નથી જોયો અને કહ્યા પછી પણ કશું બદલાતું જોયું નથી. હા ઓફીસમાં નિયમ છે બધાએ શાકાહારી ભોજન જ લાવવું જેથી એક શિસ્ત જળવાય અને કોઈની ધાર્મિક ભાવનાને ઠેસ નહીં પહુંચે.