શું છે અનામત ભાઈ
જાણે બધા પછાત સભ્યો ને સરકારી નૌકરી મળી ગઈ
કોઈ ને લડવું નથી આભડ-છેટ હટાવવા
બધાને લાગી છે હોડ અનામત n
તેલ છે મોંઘુ, દૂધ છે મોંઘુ તેની પંચાયત નથી કોઈ ને
બધાને લાગી છે હોડ અનામતની
રસ્તામાં ગાયો ફરે, કચરો છે ચોમેર
તેની નથી કોઈ ને દરકાર
બધાને લાગી છે હોડ અનામતની
મલેરિયા ને ડેન્ગ્યુના મચ્છર છે અપાર
કરડે છે રોજ કેટલાય ને, ને તેની પડી છે માર
બધાને લાગી છે હોડ અનામતની
કૌભાંડો થઇ અનેક ને થઇ અનેક લૂંટમ લૂંટ
કોઈ નહિ કરે તેને કાબુમાં કારણ છે
બધાને લાગી છે હોડ અનામતની