Gujarati Quote in Hiku by Devanshu Patel

Hiku quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સર્જન અને સર્જનહાર

સર્જન સ્તુતિ*
કરતા રહ્યા, ભૂલ્યા
સર્જનહાર.
**********
કીર્તન મુખે
કરતા રહ્યા, ચાહ્યા
ના કીરતાર.
************
છપ્પન ભોગ
ધર્યા કર્યા, ત્યજ્યા ના
ભોગ લગાર.
*************
તર્પણ દેવ
ઘણાં કર્યાં, તરસ્યા
તારણહાર
***********
દર્પણ દર્શ
કરતા રહ્યા, ગયા ના
દર્પ ધરાર.
************
દર્શન મૂર્તિ
તણાં કર્યા, ખોલ્યાં ના
અંતર દ્વાર.

* We appreciate everything created by God but forget the God.

Devanshu Patel
Chicago

Gujarati Hiku by Devanshu Patel : 111029518
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now