“ #CONFESSION ”
આજ ના જીવન નું એક સત્ય છે આજે પ્રેમ શબ્દ સાંભળતાં જ બધાં ને માત્ર છોકરાં-છોકરી વચ્ચે નો જ પ્રેમ દેખાય છે, શું ખાલી આજ પ્રેમ છે, અરે પ્રેમ તો માતા-પુત્ર વચ્ચે પણ હોય શકે છે. પ્રેમ ભાઈ-બહેન વચ્ચે, બે ભાઈઓ વચ્ચે, અરે ભાઈ પિતા-પુત્ર વચ્ચે પણ પ્રેમ હોય શકે છે. પ્રેમ ખાલી લૈલા-મજુન નો જ પ્રખ્યાત નથી પ્રેમ તો કૃષ્ણ અને સુદામા નો પણ પ્રખ્યાત છે. આજ નાં સમયે સાચો પ્રેમ તો ભાગ્યે કોઈક ને થાય છે બાકી આજે તો બધાં જ ને માત્ર આકષૅણ થાય છે જે થોડા સમય પૂરતું જ હોય છે તેનાં પછી આપણ ને તે પાત્ર મા રસ નથી રહેતો, આ કડવું જરૂર છે પણ આજ ના સમય મા આપણાં જીવન ની એક વાસ્તવિકતા છે.