'મારો હરિ' (ભજન)
હરિ હ્રદયમાં ભાળ્યો મેં તો,
હરિ હ્રદયમાં ભાળ્યો.....
આંખ બંધ કરું કે ખોલું શું મે તો,
હરિ હ્રદયમાં ભાળ્યો.....
લોકો નો અપવાદ કાયમના,
શાને હૃદયે ધરું. .
હરિ હ્રદયમાં ભાળ્યો મેં તો,
હરિ હ્રદયમાં ભાળ્યો.....
મોહ મારે સા કાયાનો કરવો,
ક્યાં કાયમ રેહવાનો....
મનમોજીલો મસ્ત બનું હું,
સાથ જો તારો પામુ...
હરિ હ્રદયમાં ભાળ્યો મેં તો,
હરિ હ્રદયમાં ભાળ્યો.....
નિત નિત મારે હરી ભજવા,
એજ મારો સહારો....
આવે દુઃખિયા નો દાતાર બનીને,
સૌનો એ રખેવાળો...
હરિ હ્રદયમાં ભાળ્યો મેં તો,
હરિ હ્રદયમાં ભાળ્યો.....
આંખ બંધ કરું કે ખોલું શું મે તો,
હરિ હ્રદયમાં ભાળ્યો.....
મિલન લાડ. વલસાડ.