તું એક રંગ છીનવી ગયો મારી જિંદગીનો....
પણ સામે....
જિંદગી મને મેઘધનુષી રંગો સમાં....
દોસ્તોની વણઝાર આપે છે....
તું જ કે હું શું કરું....??
હું જાણું છું કે,
તું મને ખુશ જોઈ દુઃખી છે....
પણ તું જ કે.
હું શું કરું....??
હું ન તો તને દુઃખી કરી ખુશ થવા ચાહું છું...
ન કે,
જિંદગીએ આપેલી દોસ્તીની સોગાતથી....
દુર રહેવા ચાહું છું....
ન કે દોસ્તોને આમ દુઃખી કરવા માગું છું...
હે સાંઈ તું જ કે,
શું કરું....??
#સ્મરણ ....