શબ્દ...
નથી મારી કલ્પનાને એવી સૌમ્ય પાંખો કે,
વિચારોને મારા એક નવી ઉડાન આપી શકું.
હવામાં અધ્ધર થઈ એક કોશિશ જરૂર કરું છું,
પણ એટલો સક્ષમ નથી કે મંજિલે પહોંચી શકું.
જોઉં છું જ્યારે કોક બીજાની કલ્પનાની ઊંચાઈને,
સ્તબ્ધ બની મનની ખીણમાં ફરી ફસડાઈ પડું.
અહો સુંદર ! અહો અદભૂત ! નું ઔદાર્ય પામવા,
શબ્દ ને અલંકારના રસમાં ખુદને ભીંજવતો રહું .
છતાં ફંગોળાઈ જાવ છું કયારેક કાગળની માફક હવામાં,
શબ્દ નથી મળતા વજનદાર કે પ્રાસ બેસાડી શકું !
શીદ મુઝાવું ? જો પ્રેરણા સરીખી સખી છે મારે !
શબ્દોની કરામત નિરંતર એનાથી શીખતો રહું છું.
બાકી...
નથી મારી કલ્પનાને એવી સૌમ્ય પાંખો કે,
વિચારોને મારા એક નવી ઉડાન આપી શકું.
મિલન લાડ. વલસાડ.
FB: @lagninopaheloahesaseprem