બલિદાન....
પ્રેમ હોય ત્યાં શબ્દની શી જરૂર!
મૌન સમજવા વાચાની શી જરૂર?
દિલથી દિલના સેતુ અકબંધ છે,
વહેતી સરિતાને માર્ગની શી જરૂર?
સંભળાવું ધડકન તારી, મારા હૃદયમાં,
મુગ્ધ જે કરતી , તો સંગીતની શી જરૂર?
લૂંટાવી જાન, શમા પરે પરવાના એ,
મોત રંગીન મળે તો જિંદગીની શી જરૂર?
બલિદાન ક્યારેય વ્યર્થ નથી હોતું પ્રેમમાં,
રુહ થી રુહનું મિલન હોય ત્યાં કાયાની શી જરૂર?
મિલન લાડ. વલસાડ.
FB: @lagninopaheloahesaseprem