Thank you my teacher
પારૂલ અત્તર વાલા એ અમારા પ્રોફેસર ક્યાંરેય કોઈ વિધાર્થીને બેટા સિવાય બોલાવતા નહીં એમની ડાટ પણ... મીઠી લાગતી એ બધા જ વિધ્યાર્થી ઓને બધી જ એકટીવિટીમાં ભાગ લેવડાવતા કોઈ ખાલી ના જ રહેવો જોઈએ.... દાન જેવી અનેક પ્રવૃતિઓ કરાવતા... છોકરો હોય કે છોકરી બધા જ સરખા નાનામાં નાની બાબત એ વિધાર્થીની નોંધતા... અને સારુ કામ સારુ વર્તન કોઈનું લાગે તો જાહેરમાં તેને બિરદાવતા ક્યારેય કોઈની ભૂલ એને વઠીને ન કહેતા પણ હંમેશા પ્રેમથી જ સમજાવતા..... કોલેજના છેલ્લા ડે... દરેક વિધાર્થી ને એની ખાસીયત પ્રમાણે ઈનામો એમને ટ્રસ્ટીને રીકવેસ્ટ કરી એપાવડાવ્યા કે બાળકો મહેનત કરે છે તો આપણે એમની માટે કંઈક કરવું જોઈએ... ટ્રસ્ટીએ ખુશ થઈ ... દરેક વાલીઓને બાળકોને પોતાના તરફથી જમાડ્યા એન્યુઅલ ફંગ્શનમાં દરેક માતા- પિતાને પોતાના બાળક પર ગર્વ થતો હતો... મારી મમ્મીએ તો મેડમને કહી દીધુ કે મારો કાચબો આજે આગળ નીકળી ગયો... આજે મારા જેવા ઘણાં વિધાર્થી છે જે અભ્યાસ પછી પણ એમણે અમને છોડ્યા નથી સતત એ અમને સીખવતા રહે છે.... એમનું એક વાક્ય હજી યાદ છે.... ' કે ડીગ્રીતો વેચાતી મળી જસે પણ આવડત નઈ મળે તમે ઘડાવ ... દરેક સંજોગોમાં અને શીખો...' આજે હું મારુ કહું તો મને પહેલા ડર લાગતો દરેક વાતનો ...પણ આજે આત્મવિશ્વાસ... મહેનત કરવાની આદત... અને નમ્રતા...પ્રેમથી વર્તવું બધું હું એમની પાસેથી સીખી છું... એ અમારા ટીચર નહીં પણ મૉમ છે...love you mom... My role model my teacher let's become good teacher