#THANKYOUTEACHER
મારા જીવનમાં આશાનું અજવાળુ પાથર્યુ
જીવનપથ પર થાક્યા વિના ચાલતા શિખવાડ્યું
દરિયાની જેમ વિરાટ દિલનો બનાવ્યો
અને મારામાં ગગનની જેમ વિશાળ દ્રષ્ટિકોણ કેળવ્યો,
નિત નવા સપનાંઓ જોવાનું અને નવું જ સર્જન કરતાં શિખવાડ્યું
અને બધી જ સરહદો નાં બંધનોને તોડી બેફામ જીવન જીવતા શિખવાડ્યુ
તમે પોતે જ્યાંના ત્યાં રહી, મને સફળતાના શિખરે પહોચાડ્યો.
આભાર છે સાહેબ તમારો, ઉપકાર છે મારા પર ઘણોય તમારો.