#THANKYOUTEACHER શિક્ષક....મારા જીવન મા હુ એક વાત શીખી....કે શિક્ષક એટ્લે કોઈ એવૂ વ્યક્તિ નહી જે 9 થી 12...એક બંધ ઓરડા મા એક પાઠ્યપુસ્તક સીમિત તમને જ્ઞાન આપે...ગણિત નાં દાખલા અને વિજ્ઞાન નાં પ્રયોગો શીખવે....એ તૌ શિક્ષક છે જ ...અને એમને તો ધન્યવાદ કહું જ છું હુ...પરંતું આંકડા ની ગણતરીઓ સિવાય લાગણીઓ નું ગણિત શીખવાડે કોઈ તો એ પણ શિક્ષક...પ્રયોગો ની સાબિતી સિવાય સત્ય ની સાબિતી શીખવાડે કોઈ તો અ પણ શિક્ષક...સમાજવિધા નાં સાથે સાથે જો કોઈ સમજ ની વિદ્યા શીખવાડે તો એ પણ શિક્ષક...ભાષા બોલતાં અને લખતા શીખવાડે તો એ શિક્ષક ખરાં જ...પણ મૌન ની ભાષા શીખવાડે તો એ પણ શિક્ષક...ચિત્રો મા રંગ ભરવા સિવાય જીવન મા રંગ ભરતા શીખવાડે એ પણ શિક્ષક...એક કૂતરું ઈમાનદારી શીખવી જાઇ....અને વૃક્ષ પોતે તડકો અને વર્ષા સહી ને છાયડો આપવાનું શીખવી જાઇ... નાનકડી કીડી ઊધમિ રહેવાનું શીખવી જાઇ... અને કરોળિયો હાર નાં માનવાનું શીખવી જાઇ...જયારે હુ સાવ જીવન થી હારી જાવ તો માં કેહ મને કે જીવન ને વિચારી વિચારી ને જીવા નું છોડી દે... મન ભરી ને જીવી જા...તો મારી માં મારી શિક્ષક....જયારે હુ અમસ્તું રડી જાવ તો પાપા મને ભેટી ને આટલું કેહ કે અમે તારા સાથે છે... તો મારા પાપા મારા શિક્ષક....કલમ કહે તુ લખતી જા...ને ધડકન કહે તુ ધબકતી જા...મારુ શહેર કહે કે કોઈ પણ આફત કેમ નાં આવે...બીજી સવાર ઉગે ને તુ ફરી ચાલતી થા...ચાંદ કહે છે રાત નું કામ છે અંધકાર ફેલાવૂ..તારું કામ છે તુ બસ ચમકતી જા...જીવન કહે તુ જીવી જા...ને મૌત કહે તુ મારા શરણે થા...જીવન મા બધું જ કાંઈક ને કાંઈક શીખવી જ જાઇ છે... તો એ બધા જ મારા શિક્ષક..એક શિક્ષક એક નિર્જીવ મુરત મા જીવ પુરે છે.. અને પરિસ્થિતિઓ એ મુરત ને શ્વાસ લેતા..હસતા.. ગાતા..રડતા..ઠોકર ખાતા..ઠોકર ખાઈ ને ફરી ઉઠી ને આગળ વધતા શીખવાડે છે...હુ મારા જીવન ની હર એક પરિસ્થિતિ ને મારા શિક્ષક સમજી ને ધન્યવાદ કરુ છું.. ને મારા સાચા શિક્ષક ને પણ ધન્યવાદ કરું છું...