તલ...
હાથમાં જે હાથ હતો,
આજ એમના હાથમાં,
એ હાથ મારો તો ના હતો.
નજરમાં હતી નજર મળી
ગળાડૂબ -તલ્લીન પણ
એ નજર મારી તો ના હતી.
તો એ પળ !
ફક્ત બે જ હતા જેમાં, અમે.
ત્રીજાનો ઉલ્લેખ પણ ના હતો.
એ ફક્ત મારી, હું એનો હતો.
દિલ પર એના કાળો એક ' તલ ',
બે દિલ એક હોવાનો પુરાવો જે હતો.
થઈ પ્રત્યક્ષ,
બે બોલ હું સંભળાવી ગયો.
સ્તબ્ધ થયો, જ્યારે...!
શરમની સીમા ભેદી..,
બેઆબરૂ થઈ બોલી,
આ ' તલ ' નો રાઝદાર તું એકલો ના હતો.
મિલન લાડ. વલસાડ.