#THANKYOUTEACHER
જાની સર, ધોરણ ૧૦નાં મારા કલાસ ટીચર અને અંગ્રેજી વિષયના સર. જ્ઞાતિએ બ્રાહ્મણ અને ગાયત્રી માતાના પરમ ઉપાસક.જો ક્લાસમાં કોઈ વિદ્યાર્થીનો બર્થ-ડે હોય તો તેનાં ઉજળા ભવિષ્ય માટે ૧૧ ગાયત્રી મંત્ર ક્લાસનાં વિધાર્થીઓ પાસે અચૂક બોલાવડાવે અને સાથે એ પણ બોલે. અંગ્રેજી ઉપર એમનું જબરું પ્રભુત્વ. અંગ્રેજી ગ્રામર એટલું સરળતાથી સમજાવે કે ઠોઠમાં ઠોઠ વિદ્યાર્થી પણ સરળતાથી સમજી શકે. સ્વભાવે સરળ,શાંત અને ભાગ્યે જ ગુસ્સે થતાં એ.શિસ્તના કડક આગ્રહી અને પ્રેમાળ પણ એટલાં જ. મારા માટે જાની સર હંમેશા પ્રેરણારૂપ રહ્યાં છે. જીવનમાં જે કાંઇ પણ હું તેમની પાસેથી શીખી છું એ માટે સદાયને માટે હું એમની ઋણી રહીશ.