ચિંતન થી પળ સુધી પહોંચવું છે
મારે કશુંક કરવું છે પરિણામકારી, ઝીણવટપૂર્વક....
બીજું ખાસ કાંઈ કરવું નથીં પણ કશુંક આપમેળે પણ થવા દેેવુંં છે.
મારે ગાડી ચલાવીને નિશ્ચિત સ્થળે પહોંચવું નથી.
પરાકાષ્ઠાએ પહોંચે એવો પ્રેમ પણ નથી કરવો કે જ્ઞાન માં પારંગત કહેવાઉં એવો અભ્યાસ પણ નથીં કરવો.
મારે એવું કાંઈ નથી કરવું જ્યાં હુું પોતે જ મારાં હાથે વેચાઉં.
લોકોમાં સારો દેખાઉં એવી ઈચ્છાથી સારાં સારાં કામ પણ નથી કરવાં.
મારે પૈસા માટે તો કાંઈ જ નથી કરવુું.
મારે તો કામ કર્યા ના આનંંદ ખાતર જ કામ કરવું છે.
આજે મારે કોઈ હેતું પાર પાડવા જીવવું નથીં,
મારે માત્ર જીવવું છે.