#THANKYOUTEACHER
સારા સમાજ ના ઘડવૈયા એટલે શિક્ષક...શિક્ષક સામાન્ય હોઈ જ કઇ રીતે શકે? ચોક ને ડસ્ટર ની ડસ્ટ થી જેનું ગળું ને હાથ કાયમ ખરડાયેલુ રહેતું..પણ તોય મારો હાથ પકડી મને એકડો શીખવાડનાર વ્યક્તિ...મને ભણતર સિવાય પણ જીવનના ઘડતર ના જે પાઠ શીખવાડ્યા, તે બદલ હું એમનો આભાર માનું તો આભાર શબ્દ નાનો લાગશે.. મારામાં અક્ષરજ્ઞાન થી માંડી ને વ્યક્તિત્વવિકાસ, આત્મવિશ્વાસ, આધ્યાત્મ, શિષ્ટાચાર, સ્વચ્છતા આવા અનેક ગુણો નું સિંચન કરનાર...મારા શોખ ને વાચા આપનાર.. કમ્પ્યૂટરમાં અદભુત દુનિયા બતાવીને મારી તો જાણે આખી દુનિયા જ બદલી નાખી... વાહ રે મારા ગુરુજનો...આજે હું જે કઈપણ છું તમારા લીધે જ છું...તમને મારા કોટી કોટી વંદન...