ગણવું જ કાંઈ હોય તો ઘબકારા ગણી બતાવ,
તેં ફેરવેલા શ્ચાસ ના મણકા ગણી બતાવ.
દુષ્કાળ ના માઠા વરસમાં આંગણે મૂકી,
ઊડી ગયેલ પંખી ના પગલાં ગણી બતાવ.
વહેલી સવારે ખીણમાં ફેંકે અવાજ તું,
ને પછી તૂટી જતા પડઘા ગણી બતાવ.
તલવાર ની ઘાર છે સમય કે લાચાર તું,
ભાંગી પડેલ જીવના સણકા ગણી બતાવ તુ..