મિત્ર
આનંદ થી તરબોળ એ મારો યાર
નશો એને કઈ ચીજ નો છે
ખબર નથી
પણ ભરપૂર જીવે છે
એ મારો યાર
ફિલોસોફી એ નથી જાણતો
પણ સંઘર્ષ મા સાથ ની ભાષા ખૂબ સમજે છે એ મારો યાર
મિત્રતા શબ્દ ની પરિભાષા ને ખુબ સારી રીતે જાણે છે
માન અપમાન ની પરવા વગર સદાય સાથ નિભાવી જાય છે એ યાર
ત્યાગ,સમર્પણ, મદદ માટે હર હમેંશ તત્પર રહેતો
સુખ માં ભલે હોય દૂર
પણ દુઃખ મા ભાગ પડાવતો એ યાર
લોહી સંબંધ ભલે ન હોય છતાંય
હજારો તારલા વચ્ચે 'ધૃવ' બની ચમકે છે એ યાર
ચહેરો જોઈ ને દરદ સમજે
વગર માયગે ઘણું આપી જાય
જીવન નો ભાર ઊચકતો બોજ ન બનતો કદી એ યાર
આસુંડા એ હોંશ થી લુંછતો
કપરી વેળા એ અડગ ઈ રે તો
સ્વાર્થીલી દુનિયા ના ઝાંઝવા સમા સંબંધો માં
સાચાપણા નો નક્કર પુરાવો છે એ યાર
જયેશ વેકરીયા