Gujarati Quote in Whatsapp-Status by Razia Mirza

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#MERAKRISHNA
મારા કૃષ્ણ
  એક નટખટ બાળક, એક ચંચળ કિશોર, એક આત્મીય સખા, એક વાંસળી વાદક, એક ઉત્કૃષ્ટ પ્રેમી, એક સહયોગી, એક મહાન યોગેશ્વર, એક કુતનીતિજ્ઞ,એક ચાલાક રણનીતિજ્ઞ,એક દૂરંદેશીય......અસંખ્ય મહાનાયકો ની વચ્ચે જેને "સંપૂર્ણ"પુરુષ નો દરજ્જો પ્રાપ્ત છે .અનેકો અનેક ખૂબીવાળા ઘનશ્યામ કે જેણે પોતાની અંદર ના ઈશ્વર ને ઓળખી લીધા.હા,મારા કૃષ્ણ અને મારા આદર્શ ખાસ કરીને એક કર્મયોગી....કૃષ્ણ. મારા કૃષ્ણ..
મને આકર્ષિત કરી તેમની....
૧.અર્જુન ના "સારથિ" ની ભૂમિકાએ..
૨.બાળપણ ના સખા સુદામા અને પાંડવો ની "દોસ્ત "ની ભૂમિકાએ.
૩.દ્રૌપદીના વસ્ત્રાહરણ વખતે પ્રકટ થઈ "રક્ષક "ની ભૂમિકાએ..
૪.મહાભારત માં એક "સફળ અનુશાસક"ની ભૂમિકાએ..
આમ અનંત રૂપ નું એક માર્ગદર્શન કેન્દ્ર એટલે મારા કૃષ્ણ
કર્મણ્યેવાધિકારસ્તે મા ફ્લાઈશું કદાચન... કર્મ કરતો જા ફળની આશા રાખ્યા વગર.. આ સિદ્ધાંત જેનો સાર  છે. મારા જીવન ને એક જ સાર પર ચલાવનાર,મારા મેનેજમેન્ટ ગુરુ સદાય મારા આદર્શ એટલે કૃષ્ણ .

Gujarati Whatsapp-Status by Razia Mirza : 111028826
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now