#MERAKRISHNA
"WHAT IS KRISHNA FOR YOU?"
કૃષ્ણ મારા માટે શું છે? ખરેખર કૃષ્ણ મારા માટે શું નથી! "LORD KRISHNA IS SUPREM POWER AND GLOBAL PERSONALITY ". કૃષ્ણ એટલે ગુરુ, પરંમિત્ર, એક મોટીવેટર, જીવન જીવવાની રીત શિખવનાર પથ દર્શક. કૃષ્ણ એટલે મારું સર્વસ્વ.
જેલમાં જન્મીને હસવાનું શીખવાડે તે એટલે કૃષ્ણ. કૃષ્ણ એટલે મારા જીવનનો એવો મિત્ર જે મારા માટે યુદ્ધધમાં હથિયાર ના ઉપાડે પણ જીવનનાં સારથી બની જીવનના યુદ્ધમાં જીત અપાવનાર. ગીતા ધ્વારા મેનેજમેન્ટ શિખવનાર મેનેજમેન્ટ ગુરુ. ધર્મ અને ભક્તિ ધ્વારા મોક્ષ આપનાર. કૃષ્ણ એટલે કર્મ કરતાં શિખવનાર સારા કર્મ કરોતો સાથે કૃષ્ણ અને ખરાબ કરોતો સામે. મારા માટે તો "પ્રેમથી મોટો આકાર અને કૃષ્ણથી મોટો કલાકારઆ દુનિયામાં કોઈ નથી."