જો તો...પ્રાણ વિના નુ પડ્યુ તો યે...
કેટલુ અક્કડ લાગે છે...
જો ને જુગલ..
આ મડદુ તો માન માંગે છે..
જીવતાં જીવી ગયો સુંદર..
હવે એ જવા માંગે છે..
જો ને જુગલ..
આ મડદુ તો માન માંગે છે
નહી ચાલે હવે એ..
મોઘાઈ એ ઘણી કરે છે...
જો ને જુગલ..
આ મડદુ તો માન માંગે છે..
મરક ..મરક ..મલકાતુ મુખડુ..
'નહી ચાલુ હુ જાતે..જાણે કેતુ.
જો ને જુગલ..
આ મડદુ તો માન માંગે છે.
હઠીલુ થયુ આજે..એ તો
ચાર જણ ના ખભાના ટેકા માંગે છે..
જો ને જુગલ..
આ મડદુ તો માન માંગે છે
ઉપાડો યારો...તમે એને..
આજે એની મંઝિલે જવા તમારો ટેકો માંગે છે..
જો ને જુગલ..
આ મડદુ તો માન માંગે છે
પંચ મહાભુતો માં વીલીન થવા
આજે અગ્નિદાહ માંગે છે...
જો ને જુગલ..
આ મડદુ તો માન માંગે છે..
-જુગલ