હસતા મુખેજ મૃત્યુને ભેટ્યાં,મુકી ગયાછે એ પ્રેમની સુવાસ
કલામની મિસાઇલ ન્યારી,જેમાં મા જગદંબા નો સહવાસ
………હસતા મુખેજ મૃત્યુને ભેટ્યાં.
ના વરતાય જીવનમાંઅેના,ધરમ ના વાડા,સહજ જીવી જાય
જીવન જીવ્યો ભલે રાષ્ટ્રપતિ તણું,દિલમાં મા ભારતી નો વાસ
ભારતમાં એ ગણનાયક જેવા,જીવન ઉષ્મા ભર્યુ કરીજાય
જીવન ની કેડી પણ ન્યારી,જે નાનામોટાથી સમજાય
વરણવી કુંચી સફળતાની આ,"અગનપંખ"લખી જાય
ચિંતા હતી મા ભારતી ની,મિસાઇલ ત્રણ બનાવી જાય
અગ્નિ જળ અને વાયુ સમી,મિસાઇલ બનાવી જાય
અને અાજે અંત કહાની નો રચી, પંચમહાભુતો માં વિલીન થાય
દેહ ત્યજો એ જીવના બંધન,ના કોઇથી અવનીએ છોડાય
યાદ બને સંભારણા જગતમાં,જે મિસાઇલ કલામ ની કહેવાય
કવિતા, તમે આજે વાંચી,કાલે વાંચસો ને ભવિષ્યે વંચાય
જીવને શાંન્તિ પ્રભુ પણ દેશે,જે વાંચીને હજારોછે હરખાય
-રજનીકાન્ત(જુગલ)