જગ માં તુ છે તારણ હાર તુજને નમીએ વારંમ વાર,
કાના માખણ નો તુ ચોર મારા મનડા નો તુ મોર,
મારી નાવ નો તુ પતવાર લેજે ભવ સાગર ને પાર,
કાના ગાયો નો તુ ગોવાળ ગોપી ઓનો તુ છો પ્રાણ,
સહુ ના જીવન નો આધાર તુજને નમી એ વારંમવાર,
કાના નંદ યશોદા નો લાલ ઓલી રાધા નો તુ પ્રાણ,
માંગુ કર જોડિ ને આજ કાના રાખજે મારી લાજ,
કાના તુ છે બંસીધર સહુ ના ચીતડા નો ચોર,
તારા ચરણે ધરુ છુ શીશ આજે માંગુ છુ આશીષ,
કાના મીરા નો મોહન કાના તુ રાધા નુ જીવન,
તારી જ્યોતિ પ્રગટે રોજ એવા આષીશ માંગુ રોજ,
“રાધે ક્રિષ્ના નુ રટણ એજ મોક્ષ”