Gujarati Quote in Shayri by aswin patanvadiya

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

             ....   મારો કૃષ્ણ 
નંદઘરનું આંગણું છોડી, મિત્રોસંગ  દડો  ખેલતો 
રાધાની તે મટકી ફોડી,  રાધાનું  દિલ  જીતનારો.
                 એવો રે ! મારો કૃષ્ણ.
ગોપીઓના દુઃખ હરવા,યમુનાતીરે વાંસળી બજાવતો 
દ્રૌપદીના રક્ષાના બંધને, નવસો નવ્વાણું ચીર પૂરતો.
                 એવો રે ! મારો કૃષ્ણ.
અર્જુનનો તે સારથી રહીં, મહાભારતનું યુધ્ધ જીતનારો.
મહેલના મીઠા પકવાન છોડી, સુદામાના તાંદુલ ખાનારો.
                એવો રે ! મારો કૃષ્ણ.
મીરાંબાઈની ભક્તિએ બંધાય, વિષ પ્યાલા પોતે પીનારો.
શામળદાસ બની, નરસિંહ મહેતાની હુંડી સ્વીકારનારો.
               એવો રે ! મારો કૃષ્ણ.
સંત બોડાણાની ભક્તિએ, દ્વારકા છોડી ડાકોર વસનારો.
સોના- ચાંદીને પૈસાથી નહીં.માત્ર તુલસીના પાને તોલાનારો.
               એવો રે ! મારો કૃષ્ણ.


Gujarati Shayri by aswin patanvadiya : 111028608
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now