#MERAKRISHNA
મારા ચિતડાનો અલબેલો ચોર..
હો નંદજીનો કામણગારો કાન...
નાનપણ થીજ વણગણ આ કૃષ્ણ નું. સ્વાધ્યાય પરિવાર ના કાર્યક્રમમાં કૃષ્ણનું જીવન નાટક સ્વરૂપે અમે રજૂ કરતા. બસ કૃષ્ણ બનવા ના મળતું મને.જન્માષ્ટમી એ મટકીફોડ જોવા જતી, જે કનૈયો બન્યો હોય એને હું નસીબદાર માનતી. ત્યારે થતું કે હું છોકરો હોત કે મારો ભાઈ હોત તો કનૈયો મારા ઘરે હોત. પણ આ અરમાન અધૂરું રહ્યું. કોલેજમાં મધુવન મે કનૈયા....ગીતમાં બસ ગોપી બની સંતોષ માનવો પડેલો.યુવાનીમાં કૃષ્ણ પ્રેમ સ્વરૂપે શોધ્યા..બસ મને કૃષ્ણ ઘરમાં જોયતો તો.ને હવે..મારો કનૈયો મારા ઘરમાં છે. હા મારા પુત્ર સ્વરૂપે. તેનો જન્મ જન્માષ્ટમી સમયે થયેલો તેથી આ કાનો બહુ વ્હાલો. મારા કૃષ્ણ મને મળ્યા ખરા!..
મારો નટખટ, મસ્તીખોર - હમેશા મારી સંગ રહેતો..મારો કાનો -' તન્મય' મારા નામ માં જ સમાયેલો little Krishna.
મારા મતે મારા કૃષ્ણ હવે મારી આસપાસ જ છે.. જીવાતી જીંદગી સ્વરૂપે...