સફળતા
દુનિયામાં બધા જ લોકો સફળ થવા માંગે છે . પણ બહુ ઓછા લોકો એ જાણતા હોય છે કે સફળ કેવી રીતે થવું. સફળતા ફક્ત મહેનત દ્વારા તો નથી જ મળતી.
પણ જો સફળતાને નાની નાની જીત તરીકે જોઈએ તો...
જેમ કે, કોઈ માણસ પોતાની જોબ કે કોઈ કામ ઈમાનદારીથી કરે છે તો એ એની જીત છે, કોઈ કર્મચારી સમયસર ઓફિસે પોહચે છે એ એની જીત છે, કોઈ સમયે સમયે ઇન્સ્ટોલમેન્ટ ભરે છે એ એની જીત છે , જે લોકો ટેક્સ પે કરે છે એ એની જીત છે, તો આવી તો કેટલીયે નાની નાની જીતોની બનેલી છે આ સફળતા.
પણ આ બધાનો સાર કાઢીએ તો એમાં સંસ્કારો , નીતિમતા, ઇમાનદારી ના મૂળ દેખાય છે.
તો એ અર્થે ખરી સફળતા તો માણસના સંસ્કારો , મૂલ્યો માં રહેલી છે પણ માણસ ભટકતો જ રહે છે એની શોધમાં ..