આ જિંદગી થોડી નથી....
આ જિંદગી થોડી નથી, .
ઉગતો તમે સૂૂૂરજ બનો,ખળખળ વહેતી સરીતા બનો,
દુઃખદર્દની ના પરવા કરો,જીવન મળ્યું છે મનભરી જીવો.
આ જિંદગી થોડી નથી...
જેને મળો દિલથી મળો,કદી કોઈનીય ના નિંદા કરો,
મનથી માણો જેે કાઈ મળે,કાઈ ન મળે તો કરો ના ફિકર
આ જિંદગી થોડી નથી....
જે પળ વીતી પરત ના મળે,એ પળ માટે તું ના તરસ,
જીવન ઘણું અણમોલ છે,પળ પળ માટે તું ના વરસો ખરચ,
આ જિંદગી થોડી નથી....
આવ્યો હતો ખાલી હાથ લઈ,ખાલી હાથ લઈ જઈશ ના પરત,
સફર માં હું સાથે નહિ હોઉં પણ,શબ્દો તો ભદ્રેશના કરશે સફર,
આ જિંદગી થોડી નથી....
મૃત્યુ જીવનનો અંત નથી,એ તો એક નવી શરૂઆત છે,
હયાતી ના હો તમારી ભલે,છતાં પણ તમે હયાત રહો,
આ મર્મ જો સમજાય તો જિવન તમારૂ બની જશે સરળ,,,,
આ જિંદગી થોડી નથી,,,,,,