લાગણી વિશ્વાસ અને ધીરજ જયારે ખૂટી જાય
માણસનું માણસ રહેવાનું પણ ત્યારે મટી જાય
અમસ્તી જ ભૂલો નથી કરી બેસતું કોઈ અહીંયા
જરૂર હોય પોતાનાની ને ખરા વખતે એ હટી જાય
ખુલાસો કરવા ક્યાં બેસું હવે મારી જીવનીનો
નામ એવા અંગત આવે, દર્દ એની સીમાથી વટી જાય
જૂનું તો હવે ભૂલવા માંગે છે અહીં સૌ કોઈ
કોઈક તો મળે એવું જે નામ આપણુંય રટી જાય
કિનારો કરી લેવો ક્યારેક એવા વખત આવ્યે 'શ્યામ'
ઢળતા પાણીયે કિંમત જ્યારે દિલમાં કોઈની ઘટી જાય..!!
- નીરવ પટેલ 'શ્યામ'