#MERAKRISHNA
ક્રિષ્ના ના વિરહ માં વિહવળ બનેલી એક ગોપીની એકલતા શબ્દોમાં વર્ણવવાની એક કોશિશ....
' મારી પ્રીત '
'ક્યાં કહું છું ! આવો મારે આંગણિયે,
કાગળીયે પ્રીત નિભાવો તોય ઘણું છે.
સપના માં ના મળશો તોય વાંધો નહિ,
અટકડી એ યાદ આવશો એય ઘણું છે.
મારે ક્યાં રૂકમણી થવું છે તમારી કાન્હા,
રાધા નહિ, મીરા સમજો તોય ઘણું છે.
વેરાન રણ સમી લાગે છે જિંદગી તારા વગર,
મૃગજળ બની તરસ છીપવસો તોય ઘણું છે.
ક્યાં કહું છું ! આવો મારે આંગણિયે,
વરઘોડે ના સહી....
અર્થી એ ટેકો મળશે તોય ઘણું છે.'
મિલન લાડ. વલસાડ.