રક્ષા...
પોતાના અભિમાનથી,
પોતાની રક્ષા તો કરી લે પહેલા...
પોતાના અહમથી,
પોતાને અળગો તો કરી લે પહેલા...
પોતાના શુદ્ધ આચરણથી,
મનની પવિત્રતાને સાર્થક તો કરી લે પહેલા...
પછી મારા સ્વમાન કાજે,
આ સૃષ્ટિના દરેક જીવ માટે,
'મા' સમાન આ માતૃભૂમિ માટે,
નિખાલસ હૃદયે રક્ષા કરવાનું બસ એક વચન આપી દે માત્ર.
મિલન લાડ. વલસાડ.