સમય ના તાંતણા સે આપણિ વચ્ચે (2)
ઝૂલતા હોય કે રડતા શુ ફેર પડે છે ? (2)
ફેલાઈ જવાના સે સુરજ ના કિરણો (2)
ઉગતા હોય કે આથમતા શુ ફેર પડે છે ? (2)
શબ્દો ને ઉચકી જો ફરવું હોય (2)
તો ઘોંઘાટ હોય કે નિરવતા શુ ફેર પડે છે ? (2)
પવન ના સહેવાસી સે પંખી ના પર (2)
સ્થિર હોય કે ફરફરતા શુ ફેર પડે છે ? (2)
તારા જ તરફ વધવાના સે મારા કદમ (2)
થાકેલા હોય કે થરકતા શુ ફેર પડે છે ? (2)