રક્ષા....
આજનું પર્વ ભલે સદીઓથી ભાઈબહેનના....
પવિત્ર એવા અતૂટ બંધનનું રહ્યું છે....
જેમાં બહેન ભાઈની કલાઈ પર....
રેશમનો રાતો ધાગો બાંધી....
એ કવચરુપે વચન આપે છે....
કે ભાઈલા....
તું હંમેશ ખુશ રહે અને તારા સપના સાકાર થાય....
ને મારી ઉંમર પણ તને લાગી જાય....
આજકાલ વધી રહેલા....
સ્ત્રી પરના અત્યાચાર અને બળાત્કાર ને જોતા...
હવે સમય આવ્યો છે....
ભાઈએ બહેન ને રાખી બાંધી વચન આપવાનો....
કે,
હું હંમેશ તારી રક્ષા કરીશ અને....
માત્ર તારી એકની જ નહીં....
દરેકેદરેક સ્ત્રીને....
એક માં, એક બહેન સમજી....
રક્ષા કરવાનું અને માન આપવાનું....
વચન આપવું જોઈએ....