વખત...
હજી તો આવ્યા,
હમણાં હમણાં ને,
કહો છો ! જાવું છે,
ઘણો વખત થઈ ગયો...
નિહાળી તમને, આંખોની તરસ પણ ક્યાં છીપાઈ હજી?
આમ અડધા તરસા મૂકી જાઓ છો,
ને કહો છો વખત થઈ ગયો.!
વાત તો માંડી જ હતી પ્રીતની હજી,
ના મળ્યા મનગમતા જવાબ મને,
અને કહો છો વખત થઈ ગયો.
રણના એરંડ્યા સમો એકલો અટૂલો છોડી,
પ્રેમની એકેય ઝડી ના વરસાવી,
અને કહો છો વખત થઈ ગયો.
મિલન લાડ. વલસાડ.