પ્રેમ ની જીત
પ્રેમ માં તો હારવું એ જીત છે
જીત (તો) દુનિયાદારી નું ગણિત છે....
થૈ ગયા કૈં, ને થશે બરબાદ, પણ
પ્રેમ (તો) દુનિયાનું પુરાણું ગીત છે....
પ્રેમ માં ડૂબી જવા માં છે મઝા
દાઝનારા તો હજી ભયભીત છે....
ક્યાં કદી માને છે દિલ આ કોઈ નું
લડવું જગતથી, પ્રેમ ની તો રીત છે....
પ્રેમ ને ના આંખ નો છે ખપ કદી
હૈયાં વલોણાં બાદ નું નવનીત છે....
રૂપ નો રોમાંચ જો સ્પર્શે પ્રેમ ને
તો સમજવું વાસના ની પ્રીત છે...
પ્રેમ જોડે છે આ જગ ને પ્યાર થી
સ્વાર્થ વિણ જીવવું એ પ્રેમ ની જીત છે....
© દેવાંશુ પટેલ
શિકાગો
7/22/2018