Gujarati Quote in Shayri by Tanvi Tandel

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Happy rakshabandhan

નાની નાની વાતોમાં ઝગડો કરતા દુનિયાભરનો,
રિસાવું ને મનાવવું - રમત આ રોજ રોજની..
મમ્મી પપ્પા બન્નેથી પોકેટમનિ છૂપાવી છાનામાના
એકબીજાની સઘળી ડીમાન્ડ પૂરી કરતા વહેલા વહેલા.
શાળાએ આવતા જતા સાયકલે ભયલુ ડબ્લસિટે બેસાડે,
ને ઘરે આવી ભાઈ ના તોફાનની ફરિયાદો બેની સંભળાવે.
એકબીજાના મોબાઈલના  પાસવર્ડ  ચોરી સિક્રેટ સંઘરી લેતા,
ને ધમકીઓ આપી મીઠી કામ સઘળા કરાવતા.
બેની રડતી સાસરિયે જતા, વીરો છૂપાવે આંસુ વિદાયે
બન્ને અસંખ્ય ખટમધૂરી વિતાવેલ પળો યાદ કરતા હરેક ક્ષણે...
રેશમ ની દોરી ને બદલામાં અપેક્ષા ગિફ્ટ ની મોટી....
ભાઈ બહેન ની અણમોલ જોડી - પ્રેમની વ્યાખ્યા અહી અનોખી.
                    - તન્વી કે. ટંડેલ.

Gujarati Shayri by Tanvi Tandel : 111027675
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now