' પ્રિયતમા નો વિરહ '
' કંઇક તો કહો શું લખું ?
ગયા તમે તો ! શું યાદ લખુ ?
કે વિરહમાં તમારી,
મારી વિવશતા લખુ.
પ્રેમ લખુ કે ગમ લખુ,
સમજાતું નથી, શું લખું ?
પળ પળ ના ઇન્તેઝાર માં,
આંખોની એ થકાન લખુ.
કે, અનિયમિત બનેલા !
હ્રિદય ના ધબકારા લખુ.
તારું હોવું, અસ્તિત્વ મારું,
તારા વગરનું આ અસહ્ય જીવન લખુ ?
કહી દો ને હવે શું લખું ?
નહિતર,
આવતા ભવ નું હુંય મારું મૌન લખુ. '
મિલન લાડ. વલસાડ