'જાણું છું'
તરતા નથી આવડતું મને, આ સંબંધ દરિયે તોય,
લાગણીઓના ઉતાર-ચઢાવ સાથે, વહેવું હું બખૂબી જાણું છું,
ક્યાં જીતવું?, ક્યાં હારવું?, કોને ડૂબાળવું?, કોને તારવવું?,
ક્યાં રાખવી નમણાંશ, ને ક્યાં લહેરો સામે લડી જાવું, હું બખૂબી જાણું છું,
હોય જીવન દરિયે શાર્ક-વ્હેલ સમ, વિશાળ અડચણો ,
'નવલા નજરાણે' અવગણી તકલીફો, એનીય સુંદરતા માણવી હું બખૂબી જાણું છું.
-વાઘેલા શિલ્પા 'નવ્યા'