કલાત્મક નહીં ભાવાત્મક લખતો જાઉં છું
મારી લાગણીઓ ને શબ્દો થી કંડારતો જાઉં છું
ચંદ વર્ષો નું મળ્યું છે જીવન, શું કામ કરવું વ્યતીત છંદ મા
જીવી લેજો મોજ -મજા થી !!!
જવાનું છે એક દી મૃત્યુ ના ઉપવન મા.
રસ-રસીલા સંસાર મા બાંધજો પ્રેમ ભર્યા સંબંધ
સાથે શું લાવ્યા અને લઈ જશું નીલ ગગન મા.
બે ઘડી બેસી લેજો, શાતા લેતા જીવન મા
નહીં તો.....
આમ જ એક દી સમાઈ જાશો બળબળતા જીવન મા.