સપનામાં એ talk કરે છે
અડધી રાતે knock કરે છે !
માંડ હજી જ્યાં બેઠા થઈએ
આવીને એ shock કરે છે.
શામળિયો તો સઘળી યાદો
વાંસલડીમાં lock કરે છે !
રામ-રહીમ ને ઈશુ-નાનક
એક જ રસ્તે walk કરે છે.
મારી ગઝલો વાંચીને એ
મહેફીલોમાં rock કરે છે.
કેમ ન પહોંચ્યો એક્કે મેસેજ ?
શું ઈશ્વર પણ block કરે છે ?