# GREATINDIANPLEDGE
પ્રતિજ્ઞા
હું ભારતવાસી છું.
પ્રત્યેક ભારતવાસી મારો પરિવાર છે.
હું મારા દેશના સમૃધ્ધ વારસાને જાળવવા બાંહેધરી આપું છું.
હું મારા માતાપિતા, વડીલો, ગુરુજનો તેમજ સર્વે ભારતવાસી પ્રત્યે સ્નેહ, બંધુતા અને આદર જાળવીશ.
હું કોઇપણ ધર્મ, જાતિ કે પ્રદેશના ભેદ્ભાવ વિના દરેક દેશબાંધવોના કલ્યાણ અને સુખાકારી માટે પ્રયત્નશીલ રહીશ.
હું કુવિચારો, અંધશ્રધ્ધા, જાતિવાદ, કોમવાદ અને પ્રદેશવાદમુક્ત દેશના નિર્માણ માટેના પ્રયત્નો કરીશ.
હું કોઇ ખોટી અફવાઓથી દોરવાઇશ નહીં, તેમજ ક્યારેય કોઇ ખોટી અફવા ફેલાવીશ નહીં.
હું મારી ફરજ પૂરી નિષ્ઠાપૂર્વક અદા કરીશ અને રાષ્ટ્રને ભ્રષ્ટાચારમુક્ત કરીશ.
હું મારા દેશના કુદરતી સંશાધનોનું રક્ષણ કરીશ.
હું દેશને પ્રદૂષણમુક્ત, હરિયાળું, સ્વચ્છ અને સ્વસ્થ રાખીશ.
જયહિન્દ.