#GREATINDIANPLEDGE હું રવિના વાઘેલા , અખંડ ભારત દેશ ની નાગરિક આજે પ્રતિજ્ઞા લવ છું કે, હું ત્યાં સુધી આઝાદી દિન ની ઉજવણી નહિ કરું જ્યાં સુધી મારા આ દેશ ને જાતિ, ધર્મ, ખોટા રીતી રિવાજ થી આઝાદી નહિ મળે. હું ત્યાં સુધી મારી જાત ને આઝાદ નહિ માનુ જ્યાં સુધી ધર્મ ના નામે થતા ધતિંગ ની હું ગુલામ હઇશ. હું ત્યાં સુધી મારી જાત ને શ્રેષ્ઠ નાગરિક નહિ ગણાવું જ્યાં સુધી હું નાગરિક તરીકે ની ફરજ નહિ બજાવું.હું દેશ તથા દેશવાસી ઓ ને નિષ્ઠા આપું છું કે હું મારી કલમ ની તાકાત નો ઉપયોગ સારા સમાજ ની સ્થાપના અને દેશ ના વિકાસ અને ઉન્નતી માટે કરીશ.હું ગાંધીજી ના વિચારો નવી પેઢી સુધી પોહચાડીશ . જય હિન્દ....