'ભૂલી ગયાં છે લોકો આ પાવન ભૂમિનાં સંસ્કાર
ઠેર ઠેર છે ભ્રષ્ટાચાર,દુરાચાર અને વ્યાયભિચાર
બેન દીકરીઓ પર રોજ થઈ રહ્યાં છે બળાત્કાર
ભણેલાં છે બેકાર અને અભણો ની બને સરકાર
બસ બહુ થયું આ હવે નહીં ચાલે આ અત્યાચાર
દેશના દરેક નાગરિક ને અપાવીશ એમનો અધિકાર
ભારતની ભૂમિ પર નજર નાંખનાર પર કરીશ વાર
આ છે માં ભારતી નાં આ બાળ નો હુંકાર..'